Apple Watch ના લીધે બચ્યો આ શખ્સનો જીવ! 48 કલાકમાં 138 વખત બંધ થઈ હતી હાર્ટબીટ
વારંવાર હાર્ટબીટ બંધ થઈ જતી હતી, ધબકાર વચ્ચે વચ્ચે રોકાઈ જતા હતા, છતાં એપલની વોચના કારણે બચી ગયો આ શખ્સનો જીવ. જાણવા જેવો છે કિસ્સો...
નવી દિલ્હીઃ એપલ જ્યારે પણ કોઈ નવી પ્રોડક્ટ લૉન્ચ કરે છે ત્યારે તેની કિંમત અંગે અનેક વખત ટ્રોલ થયું છે. પરંતુ જ્યારે તે પ્રોડક્ટની ખાસિયત લોકોને ખબર પડે છે તો લોકો તેના વખાણ પણ કરે છે. એપલ વૉચ દુનિયાની નંબર વન સ્માર્ટ વૉચ છે. હાલમાં જ એપલે એપલ વૉચ અલ્ટ્રા લૉન્ચ કરી છે. જે કંપનીની અત્યાર સુધીની સૌથી મોંઘી અને સૌથી પાવરફુલ વૉચ છે. એપલની વૉચ કેટલી પાવરફુલ છે તે વાતનો અંદાજો આપ એવી રીતે પણ લગાવી શકો છો કે એપલ વૉચ કોઈનો પણ જીવ બચાવી શકે છે. એપલ વૉચે આ વખતે ઈંગલેન્ડમાં 54 વર્ષીય વ્યક્તિનો જીવ બચાવ્યો છે.
આ કહાની છે નાર્વિચમાં રહેનારા 54 વર્ષી ડેવિડની. તેમની પત્નીએ આ વર્ષે તેમને એપ્રિલ મહિનામાં જન્મદિવસ પર એપલ વૉચ ગિફ્ટ કરી હતી. અને વૉચે ડેવિડનું નવુ જીવન આપ્યું હતું. રિપોર્ટ અનુસાર ડેવિડના ધબકારા 48 કલાકમાં 138 વખત બંધ થઈ હતી. અને હાર્ટ રેટ સ્લો થઈ ગઈ હતી.
એપલ વૉચે ડેવિડને જણાવ્યું કે તેમની હાર્ટ રેટ લગભગ 30 bpm છે. જ્યારે તેને 60-100bpm વચ્ચે હોવુ જોઈએ. ડેવિડને પહેલા લાગ્યું કે સ્માર્ટવૉચમાં જ કોઈ તકલીફ છે. પરંતુ વૉચ રોજ આ રિપોર્ટ આપી રહી હતી. વૉચ તરફથી સતત મળી રહેલી એલર્ટ પછી ડેવિડે હોસ્પિટલમાં જઈને એમઆરઆઈ કઢાવ્યું અને ઈસીજી કરવામાં આવી.
તપાસના એક દિવસ પછી ડેવિડને હોસ્પિટલ બોલાવવામાં આવ્યા અને જણાવ્યું કે તેઓને થર્ડ ડિગ્રી હાર્ટ બ્લોકેજ છે. અને ગમે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે. જે બાદ ડેવિડની બાયપાસ સર્જરી થઈ અને પેસમેકર મુકવામાં આવ્યું.
સર્જરી પછી ડેવિડે જણાવ્યું કે મારી પત્ની કહે છે કે તેણે મારો જીવ બચાવ્યો છે. અને તે વાત ખોટી નથી. જો તેણે જન્મદિવસ પર એપલ વૉચ ગિફ્ટ ના કરી હોત તો આજે કદાચ તે જીવતા ના હોત. ચાર્જિંગ સમયને છોડીને આ વૉચ હંમેશા તેમની પાસે રહેતી હતી. આપની માહિતી માટે જણાવી દઈએ કે બ્રિટનમાં રોજ 12 લોકોને હાર્ટ એટેક આવે છે અને તે લોકોની લગભગ ઉંમર 35 વર્ષ હોય છે.